વિભુ પટેલ, અમદાવાદ: શિયાળો પૂર્ણ થતાં માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થઈ જાય છે. જોકે, ફેબ્રુઆરી મહિનામાં પણ ઉનાળાની ગરમીનો અહેસાસ થયો છે. હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે, ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેશે. સામાન્ય રીતે ગુજરાતમાં હોળી બાદ મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન વધવા લાગે છે. પરંતુ ચાલુ વર્ષે તો ફેબ્રુઆરીથી ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું અનુમાન છે કે, માર્ચની શરુઆતથી જ વાતાવરણમાં પલટો આવશે અને માવઠું થવાની શકયતા છે.
હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું અનુમાન છે કે, આજથી ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વાદળછાયું વાતાવરણ રહેશે અને હિમ વર્ષા થશે. પ્રજાંબ, હરીયાણા, રાજસ્થાનના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનાની શરુઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે આજથી ઉતર ગુજરાતમાં કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ શરુઆત થઈ જશે. જ્યારે 4 માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે.
4થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાઠા, સમી હારીજ, મહેસાણા, કડી, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લાના અમુક ભાગો તેમજ ગીરના ભાગો,આહવા, ડાંગ, સુરત, ગાધીધામ, નખત્રાણા ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. બંગાળની ખાંડીના ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે કમોસી વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.