Home » photogallery » ahmedabad » Gujarat Weather Forecast: હવામાન વિભાગની મોટી આગાહી, ફરી પડશે માવઠું, આ વિસ્તારોને ધમરોળશે

Gujarat Weather Forecast: હવામાન વિભાગની મોટી આગાહી, ફરી પડશે માવઠું, આ વિસ્તારોને ધમરોળશે

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી એક બીજું માવઠું આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી, ફરી માવઠું આવશે. હવામાન વિભાગ ખેડૂતો માટે એડવાઈઝરી જાહેર કરશે.

  • 15

    Gujarat Weather Forecast: હવામાન વિભાગની મોટી આગાહી, ફરી પડશે માવઠું, આ વિસ્તારોને ધમરોળશે

    વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં માવઠાના મારથી છૂટકારો મળ્યો છે, પરંતુ આગામી 4 દિવસ જ છૂટકારો મળશે. કારણ કે, ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે અને ગુજરાતમાં ફરી માવઠું થશે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Weather Forecast: હવામાન વિભાગની મોટી આગાહી, ફરી પડશે માવઠું, આ વિસ્તારોને ધમરોળશે

    હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે અને કચ્છમાં હિટવેવ રહેવાની શક્યતા છે. કચ્છમાં આગામી બે દિવસ સૂકા અને ગરમ પવન ફૂંકાશે અને ગરમીનું પ્રમાણ વધી જશે. સાથે અન્ય શહેરોના મહત્તમ તાપમાન પણ ઊંચું આવશે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને 13 અને 14 માર્ચના માવઠું થશે. કારણ કે ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Weather Forecast: હવામાન વિભાગની મોટી આગાહી, ફરી પડશે માવઠું, આ વિસ્તારોને ધમરોળશે

    વેસ્ટન ડિસ્ટર્બનના કારણે 13 અને 14 માર્ચના માવઠું થશે. દક્ષિણ ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. ખેડૂતોએ કૃષિ પાક તૈયાર થઈ ગયો છે તો યોગ્ય સ્થળ પર રાખવો જોઈએ. જેની પવન સાથે વરસાદ થાય તો પાકને નુકસાન ન થાય.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Weather Forecast: હવામાન વિભાગની મોટી આગાહી, ફરી પડશે માવઠું, આ વિસ્તારોને ધમરોળશે

    ફેબ્રુઆરીમાં તો ડબલ ઋતુનો અહેસાસ કર્યો હતો. પરંતુ માર્ચ મહિનામાં પણ ડબલ ઋતુનો અહેસાસ થશે. વહેલી સવારે ઠંડી અને બપોરના ગરમી સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે વરસાદી માહોલ જોવા મળશે. પરંતુ બેવડી ઋતુના કારણ મચ્છરોનો ઉપદ્રવ રહી શકે છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Weather Forecast: હવામાન વિભાગની મોટી આગાહી, ફરી પડશે માવઠું, આ વિસ્તારોને ધમરોળશે

    સામાન્ય રીતે માર્ચ મહિનામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થતી નથી. પરંતુ ચાલુ વર્ષે વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થવાના કારણે માર્ચ મહિનામાં થન્ડર સ્ટોમ એક્ટિવિટી થઈ રહી છે અને વારંવાર કમોસમી વરસાદ થાય છે.

    MORE
    GALLERIES