Home » photogallery » ahmedabad » ગુજરાતીઓને થશે હાશ! રાજ્યમાં પાંચ દિવસ માવઠાની શક્યતા નહીંવત પણ ઠંડા પવનો ફૂંકાશે

ગુજરાતીઓને થશે હાશ! રાજ્યમાં પાંચ દિવસ માવઠાની શક્યતા નહીંવત પણ ઠંડા પવનો ફૂંકાશે

Gujarat Winter updates: હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહન્તીનાં જણાવ્યા પ્રમાણે, હવામાન વિભાગ તરફથી ખેડૂતો માટે રાહતના સમાચાર છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
विज्ञापन

  • 17

    ગુજરાતીઓને થશે હાશ! રાજ્યમાં પાંચ દિવસ માવઠાની શક્યતા નહીંવત પણ ઠંડા પવનો ફૂંકાશે

    અમદાવાદ: રાજ્યમાં હાલ ઠંડી અને માવઠુંનું જોર વધી રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીવત છે. પાંચ દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટાના કારણે કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતો ઉભા પાકને કારણે ચિંતામાં મુકાયા છે.

    MORE
    GALLERIES

  • 27

    ગુજરાતીઓને થશે હાશ! રાજ્યમાં પાંચ દિવસ માવઠાની શક્યતા નહીંવત પણ ઠંડા પવનો ફૂંકાશે

    રાજ્યમાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો ઉભા પાકને લઇને ચિંતામાં મૂકાઇ ગયા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, છોટા ઉદેપુરના નસવાડી ચરોતરમાં મહેમદાવાદ, પાવી જેતપુર, દાહોદ, ધાનપુર, લીમખેડામાંથી વરસાદ અને કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાની આવી છે. ઘંઉ, જીરૂ જેવા પાકોમાં ભારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 37

    ગુજરાતીઓને થશે હાશ! રાજ્યમાં પાંચ દિવસ માવઠાની શક્યતા નહીંવત પણ ઠંડા પવનો ફૂંકાશે

    હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહન્તીનાં જણાવ્યા પ્રમાણે, હવામાન વિભાગ તરફથી ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ખેડૂતોને માવઠાનો માર સહન નહીં કરવો પડે. હવામાન વિભાગનું માનીએ તો આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીવત છે. પાંચ દિવસ સુધી વાતાવરણ સુકૂં રહેશે.

    MORE
    GALLERIES

  • 47

    ગુજરાતીઓને થશે હાશ! રાજ્યમાં પાંચ દિવસ માવઠાની શક્યતા નહીંવત પણ ઠંડા પવનો ફૂંકાશે

    આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી બે દિવસ એટલે 31 અને પહેલી તારીખે ઠંડા પવનો ફૂંકાવવાને કારણે ઠંડીમાં પણ વધારો થશે. આ બે દિવસ 15થી 20 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવાની શક્યતા છે.

    MORE
    GALLERIES

  • 57

    ગુજરાતીઓને થશે હાશ! રાજ્યમાં પાંચ દિવસ માવઠાની શક્યતા નહીંવત પણ ઠંડા પવનો ફૂંકાશે

    મનોરમા મોહન્તીએ વધુમાં જણાવ્યુ કે, આગામી બે દિવસ ઠંડીનું જોર વધી શકે છે. ઠંડા પવનોને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આગામી બે દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

    MORE
    GALLERIES

  • 67

    ગુજરાતીઓને થશે હાશ! રાજ્યમાં પાંચ દિવસ માવઠાની શક્યતા નહીંવત પણ ઠંડા પવનો ફૂંકાશે

    રાજ્યમાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો ઉભા પાકને લઇને ચિંતામાં મૂકાઇ ગયા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, છોટા ઉદેપુરના નસવાડી ચરોતરમાં મહેમદાવાદ, પાવી જેતપુર, દાહોદ, ધાનપુર, લીમખેડામાંથી વરસાદ અને કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાની આવી છે. ઘંઉ, જીરૂ જેવા પાકોમાં ભારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે.

    MORE
    GALLERIES

  • 77

    ગુજરાતીઓને થશે હાશ! રાજ્યમાં પાંચ દિવસ માવઠાની શક્યતા નહીંવત પણ ઠંડા પવનો ફૂંકાશે

    રવિવારે 24 કલાકમાં સૌથી વધુ રાધનપુરમાં સવા 1 ઇંચ અને અમીરગઢમાં 1 ઇંચ માવઠું ખાબક્યુ હતુ. આ ઉપરાંત પોશીનામાં પોણા 1 ઇંચ સહિત 38 તાલુકામાં નોંધણીલાયક વરસાદ વરસ્યો હતો. પાલનપુર ધનિયાણા ચોકડી, જનતાનગર સહિત અનેક વિસ્તારોમાં કરા પડ્યા હતા.

    MORE
    GALLERIES