Home » photogallery » ahmedabad » ઠંડીમાં આંશિક રાહત મળશે, પરંતુ માવઠાની આગાહી, આ જિલ્લામાં આવશે વાતાવરણમાં પલટો

ઠંડીમાં આંશિક રાહત મળશે, પરંતુ માવઠાની આગાહી, આ જિલ્લામાં આવશે વાતાવરણમાં પલટો

Gujarat Unseasonal Rain Forecast: ઠંડીમાં આંશિક રાહત મળશે. અમદાવાદ સહિત રાજ્યમાં આટલું રહેશે તાપમાન; અહીં માવઠું થવાની શક્યતા

विज्ञापन

  • 15

    ઠંડીમાં આંશિક રાહત મળશે, પરંતુ માવઠાની આગાહી, આ જિલ્લામાં આવશે વાતાવરણમાં પલટો

    વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. આ દરમિયાન ઠંડીનું જોર ઘટશે તેવું હવામાન વિભાગ અનુમાન છે. બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસર રાજ્યના વાતાવરણ ઉપર જોવા મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. કમોસમી વરસાદની સંભાવના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

    MORE
    GALLERIES

  • 25

    ઠંડીમાં આંશિક રાહત મળશે, પરંતુ માવઠાની આગાહી, આ જિલ્લામાં આવશે વાતાવરણમાં પલટો

    હાલ કડકડતી ઠંડી પડી રહી છે. લોકો ઠંડીમાંથી રાહત મળે તેની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન 27થી 29 જાન્યુઆરી દરમિયાન ઠંડીમાંથી રાહત મળશે અને લઘુતમ તાપમાન વધી જશે. જેના કારણે ઠંડી ઓછી થશે. મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન 17થી 18 ડિગ્રી રહેશે. જ્યારે અમદાવાદમાં પણ લઘુતમ તાપમાન 18 ડિગ્રી આસપાસ નોંધાશે. દક્ષિણ ગુજરાતમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહેવાનો અનુમાન છે, તો સૌરાષ્ટ્રમાં પણ ઠંડી ઘટી જશે. ઠંડીમાં ઘટાડો થશે, પરંતુ રાત્રી દરમિયાન ઠંડી યથાવત રહેશે.

    MORE
    GALLERIES

  • 35

    ઠંડીમાં આંશિક રાહત મળશે, પરંતુ માવઠાની આગાહી, આ જિલ્લામાં આવશે વાતાવરણમાં પલટો

    27થી 29 જાન્યુઆરીમાં માવઠાની શક્યતાઓ રહેશે. જેમાં પંચમહાલ, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. માવઠાની અસર અમદાવાદના ભાગોમાં પણ જોવા મળશે. એટલે કે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક ભાગમાં વરસાદના છાંટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણ પલટો આવશે. હવે ધીરે-ધીરે માવઠા સાથે હવામાનમાં પલટો આવશે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવશે અને ફેબ્રુઆરીમાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે.

    MORE
    GALLERIES

  • 45

    ઠંડીમાં આંશિક રાહત મળશે, પરંતુ માવઠાની આગાહી, આ જિલ્લામાં આવશે વાતાવરણમાં પલટો

    રાજ્યમાં લઘુતમ તાપમાનમાં વધારો નોંધાયો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન 13.4 ડિગ્રી, ભાવનગરનું લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી, ભુજનું લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી, ડિસાનું લઘુતમ તાપમાન 12 ડિગ્રી, દ્વારકાનું લઘુતમ તાપમાન 15 ડિગ્રી, રાજકોટનું લઘુતમ તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું છે.

    MORE
    GALLERIES

  • 55

    ઠંડીમાં આંશિક રાહત મળશે, પરંતુ માવઠાની આગાહી, આ જિલ્લામાં આવશે વાતાવરણમાં પલટો

    અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં ઠંડીનું જોર છે 27, 28 અને 29 જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. આમ છતાં ઠંડીનો ચમકારો રાત્રીના સમય દરમિયાન અનુભવાતો રહેશે તેમ તેઓએ જણાવ્યું છે.

    MORE
    GALLERIES