અમદાવાદ: આ વખતે ઠંડી પડશે કે નહીં? ઘર કે બહાર ચાની ચુસ્કી લેતાં આ સવાલ વધુ ચર્ચાઇ રહ્યો છે. ડિસેમ્બર મહિનાની 17 તારીખ થઇ ગઇ હોવા છતાં જોઇએ તેવી ઠંડી પડી નથી. થોડા દિવસો અગાઉ થોડો ચમકારો લાગ્યા બાદ હવે ફરી સ્વેટર કબાટમાં મૂકવાનો વારો આવ્યો છે. આ બધું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે થયું રહ્યું હોવાનું મનાય છે. આ સાથે જ છેલ્લા ત્રણ દિવસથી માવઠું થઇ રહ્યું છે, ત્યારે રાજ્યના અમુક ભાગોમાં આજે માવઠું થવાની સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થઇ રહ્યું છે. જેના કારણે કડકડતી ઠંડી પડવામાં વિલંબ થયો છે. રાજ્યમાં ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ઠંડી જામતી હોય છે, પરંતુ હાલ બે સપ્તાહ વિતી ગયા છતાં ઠંડીનો ખાસ અહેસાસ થઇ રહ્યો નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આવું થઇ રહ્યું હોવાનું મનાય છે. બીજી બાજુ, બે-ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે.