સમગ્ર ગુજરાતમાં એકબાજુ વરસાદી કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે, તો ખેડૂતોને માથે ચિંતાના વાદળો છવાઈ ગયા છે. એકબાજુ પાક તૈયાર થઈ ગયો છે અને કમોસમી વરસાદનું વિઘ્ન આવી પડ્યું છે. આવા સમયે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ પેદા થઈ છે અને તેમને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થશે તેવી શક્યતા છે. જેને લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.