Gujarat Corona Update: દેશ અને દુનિયામાં કોરોના મહામારીએ (Corona Cases In India) વધુ એક વખત માથું ઉંચક્યું છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં ગઇ કાલ કરતા સામાન્ય ઘટાડો નોંધાયો છે. ગુજરાત 20 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 20-06-2022) સ્થિતિ વધારે વણસી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોના કેસનો એક્ટિવ આંકડો 1400ની પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 20 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 217 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 97 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 20 જૂનની સંધ્યાએ કોરોનાના 217 નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 97 કેસ નોંધાયા છે. ત્યાં જ સુરત કોર્પોરેશનમાં 35, વડોદરા કોર્પોરેશનમાં 30, સુરતમાં 10 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 06, મહેસાણામાં 04, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 03-03 કેસ નોંધાયા છે. અમદાવાદ, ભરૂચ ગાંધીનગર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, વલસાડમાં 02-02 કેસ કેસ નોંધાયા છે. અમરેલી, આણંદ, ભાવનગર, ગીર સોમનાથ, ખેડા, મોરબી, સાબરકાાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં 01-01 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે 20 જૂનની સાંજે કુલ 130 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 57 દર્દીઓ સાજા થયા છે. ત્યાં જ વડોદરા કોર્પોરેશનમાં 20, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 4, ગાંધીનગર 05, સુરતમાં 02, ગાંધીનગર કોર્પોરેશનમાં 07, ભાવનગર કોર્પોરેશનમાં 06, નવસારી અને ભરૂચમાં 04 દર્દીઓ સાજા થયા છે.