

તાજેતરમાં બેંગલુરુના રેલવે સ્ટેશન ઉપર ગીત ગાતી રાનુ માંડલ (ranu mandal) નામની મહિલાનો વીડિયો વાયરલ (viral video)થયો હતો. ત્યારબાદ તેમની કિસ્મત ચમકી ગઇ હતી. અને વાયરલ વીડિયોની મદદથી તેઓ એક સ્ટાર બની ગયા હતા. અને તેમણે હિમેશ રેસમિયાના (himesh reshammiya)માધ્યમથી બોલિવૂડની (bollywood) દુનિયામાં એન્ટ્રી મળી હતી. આવી જ રીતે ગુજરાતમાં પણ એક દમ સામાન્ય ઘરની મહિલાનો લોકગીત ગાતો વીડિયો વાયલર થયો હતો. અને ત્યારબાદ ગુજરાતી સંગીતકાર મનુ રબારી દ્વારા તેમને સંગીતની દુનિયામાં આગળ વધવા માટે એક મોકો આપ્યો છે. જેના પગલે ચંદ્રા પરમાર (chandra parmar)નામની આ મહિલાને મનુ રબારીએ (manu rabari)પોતાના સ્ટુડિયોમાં (studio) ગીતના રેકોર્ડિંગ (song Recordings)માટે બોલાવ્યા હતા. અને આજે તેમના ગીતનું રેકોર્ડિંગ થયું હતું. (ભાવિક આચાર્ય, અમદાવાદ)


મનુ રબારીએ જણાવ્યું હતું કે, બેન સારી રીતે તૈયારી કરીને આવ્યા છે. ચંદ્રાબેન બહુ જ સારું ગાય છે. મારા એક ગીતથી કોઇનું ભવિષ્ય બનતું હોય અને કોઇનું જીવન ચાલતું હોય તો મારે હેલ્પ કરવી જોઇએ. જે પણ સારું ગાતુ હોય છે એમને મેં કાયમ માટે મદદ કરતો હોઉં છું.


બેનને મેં વચન આપ્યું હતું કે, હું તેમને ગીત ગવડાવીશ. આજે ફાઇનલી ચંદ્રાબેને ગીત ગાઇ લીધું છે અને ખુબજ સારું ગાયું છે. આ ઉપરાંત ચાહક મિત્રો પણ ચંદ્રાબેનને સપોર્ટ કરે તેવી તેમણે અપીલ કરી હતી.


આ ઉપરાંત ચંદ્રા પરમારે જણાવ્યું હતું કે, મારો વીડિયો વાયરલ થયો હતો એ મનુભાઇએ જોયો હતો. અને એમણે મને ગીત ગાવા માટે સ્ટુડિયોમાં બોલાવી હતી. એટલે મેં ગીત ગાયું છે.


ઉલ્લેખનીય છે કે સામાન્ય ઘરના ચંદ્રા પરમારનો લોકગીત ગાતો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. તેમના અવાજની પ્રસંશા થઇ હતી. આ વીડિયો ગીતકાર મનુ રબારીના ધ્યાનમાં આવ્યો હતો. તેમને પણ ચંદ્રા પરમારનો અવાજ ગમી ગયો હતો.