ગાંધીનગર : ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હાવ મેઘરાજાની (rainfall in Gujarat) સવારી પહોંચી ગઇ છે. ત્યારે અમદાવાદમાં (rain forecast in Ahmedabad) લોકો બફારા અને ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજયમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ ,અમરેલી, પોરબંદર,નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી (Guajart weather forecast) વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ગરમીનું જોર વધી રહ્યું છે. અમદાવાદ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે કે, હજી બે દિવસ શહેરમાં ગરમીનું પ્રમાણ વધશે. ચારથી પાંચ ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.
રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બીજી બાજુ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગરમીનો પારો વધી રહ્યો છે. જેના કારણે બફારો અને તાપ વધી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના મનોરમા મોહન્તીના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ શહેરમાં માત્ર એક વખત વરસાદની પધરામણી થયા બાદ વરસાદ હાથતાળી આપી રહ્યો છે અને આગામી ત્રણ દિવસ સુધી શહેરમાં સારા વરસાદની કોઈ શક્યતાઓ ન હોવાનું જણાવી રહ્યા છે.
અમદાવાદમાં શનિવારે ગરમી સાથે અસહ્ય ઉકળાટ પણ અનુભવાયો હતો. શનિવારે ભેજનું પ્રમાણ સાંજે 44 ટકા નોંધાયું હતું. હવામાન વિભાગના મતે અમદાવાદમાં હજુ 28મી સુધી તાપમાન 40ની આસપાસ રહેવાની શક્યતાઓ છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં રવિવારે તાપમાન 44 જ્યારે સોમવારે 43 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. 28 અને 29 જૂનના વાદળછાયું વાતાવરણ રહેશે અને 30 જૂન બાદ વરસાદી માહોલ સર્જાઇ શકે છે.
અમરેલીના લાપાળિયા અને જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના કાત્રાસા ગામમાં ભારે પવન ફૂંકાયો હતો. નાના મોટા 100 જેટલા મકાનોની દિવાલો ધરાશાયી થતાં 5થી 12 વર્ષના 30થી વધુ બાળકોને ઈજા થઈ હતી. આ સિવાય ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા તો અનેક મકાનના છાપરાં પણ ઉડી ગયા હતા. શનિવારે અમરેલીના ગ્રામ્ય, ઉપલેટા, વિસાવદર, માણાવદરમા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય બગસરા ભીમ દેવળ,વેરાવળ, ધોરાજીમાં એકથી દોઢ ઈંચ તેમજ જૂનાગઢ, ભેસાણ, મેંદરડા, વંથલીમાં અડધો ઈંચ વરસાદ થયો હતો.
ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસાની શરૂઆતમાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા જ શનિ રવિવાર ના વિકેન્ડ માણવા પ્રવાસીઓનો હુજૂમ ઉમટી પડતા સરકારી ખાનગી હોટલોમાં હાઉસફુલના પાટિયા ઝૂલી ઉઠતા નાના મોટા ધંધાર્થીઓને બખ્ખા થઈ જવા પામ્યો હતો. તો બીજી તરફ ડાંગ વહીવટીતંત્ર નાં નેજા હેઠળ ચાલુ નોટીફાઇડ વિસ્તાર માં અસંખ્ય હોટલ આવેલ હોય અને હોટલ સંચાલકો પ્રવાસીઓ નો ગાજવા ખંખેરી રહ્યા છે કુદરતી સૌંદર્ય થી તરબતર થતો રાજયનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસાની શરૂઆત થતા જ પ્રકૃતિ શોળે શણગાર કરી ખીલી ઉઠતા પ્રવાસીઓની પહેલી પસંદ બની રહે છે