વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે વહેલી સવારે ઠંડા અને સૂકા પવન ફુકાતા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વ પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. હવામાન વિભાગનું અનુમાન છે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે 2 થી 3 દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધી જશે. રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટ્યું છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયાનું નોંધાયું છે. નલિયાનું લઘુતમ તાપમાન 8.2 ડીગ્રી નોંધાયું છે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે કે, આગામી દિવસોમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. હાલમાં ઠંડી પડી રહી છે ત્યારે 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ રહેતા દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાળાના ભાગોમાં વાદળછાયુ અને હવામાનમાં પલટો આવવાના કારણે રાજ્યમાં ઠંડી આવવાની શકતા રહે છે. જેમાં ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી પહોંચવાની શકતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડી પડશે