અમદાવાદ: ચોમાસાને લઈને હવામાન વિભાગ (Meteorological department) તરફથી દરરોજ માહિતી આપવામાં આવી રહી છે. આજે એટલે કે 21મી જુલાઈના રોજ હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને વરસાદની આગાહી (Gujarat rain forecast) આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 22મી જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 24મી જુલાઈના રોજ કચ્છ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે 22મી જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિભાર વરસાદની આગાહી છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી (Dr Manorama Mohanty)એ આ માહિતી આપી હતી.
મંત્રીએ ઉકાઈ ડેમની વિગતો આપતા કહ્યુ હતુ કે, ઉપરવાસમાં પડેલા વધુ વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી તબક્કાવાર બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં સુરતવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં હાલ કુલ 56 ટકા જળરાશીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રમાં ખોડિયાર, હિરણ અને આંબાજળ ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં વધુ વરસાદના કારણે આશ્રય સ્થાનોમાં આશરો લઇ રહેલા તમામ નાગરીકો હાલની સ્થિતિએ સલામત રીતે પોતાના સ્વગૃહે પરત ફર્યા છે. રાજ્યમાં ૭૪,૨૩૨ નાગરિકોને કેશડોલ્સ ચુકવવામાં આવી છે, જ્યારે સર્વેની કામગીરી પૂર્ણતાને આરે છે. અત્યાર સુધીમાં NDRF, SDRF અને વહીવટી તંત્રના સહયોગથી ૧૫૬૬ નાગરિકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.