રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે પણ ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જોકે ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે ગરમી અને બફારો થઈ રહ્યો છે પરંતુ ભાદરવા મહિનામાં ઉનાળાની કાળજાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે સપ્ટેમ્બર માસમાં તાપમાન સામાન્ય હોવું જોઈએ તેના કરતાં પાંચ ડિગ્રી વધુ તાપમાન છે અને ભાદરવામાં સામાન્ય રીતે આંકડો તાપ પણ પડતો હોય છે અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં 33 ડિગ્રી તાપમાન રહેતું હોય છે પરંતુ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયો છે