વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની સિઝનનો સારો વરસાદ થયો છે. રાજ્યના ડેમ, નદી-નાળા છલોછલ છે, પરંતુ ચોમાસાની વિદાય બાદ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો છે. આ સામાન્ય વરસાદને કારણે મોટું નુકસાન પણ થઇ શકે છે. ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે. તેના પર વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.