અમદાવાદ : રાજ્યમાં (Gujarat weather) ફરીથી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી (weather forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીએ રાજ્યના હવામાન (Weather forecast) અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં 48 કલાકમાં કેટલીક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં આવતા 24 કલાકમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.