Home » photogallery » ahmedabad » Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં ધોધમાર ખાબકશે

Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં ધોધમાર ખાબકશે

હવામાન વિભાગની આગાહીને પગલે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા બંધ કરવામાં આવી છે. આગામી તારીખ 10/8/2022થી 11/8/2022 સુધી ભારે વરસાદની અગાહી અને ભારે પવનની આગાહીને પગલે બોટ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • 17

    Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં ધોધમાર ખાબકશે

    અમદાવાદ: ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી (Heavy rain forecast) આપવામાં આવી છે. આજે એટલે કે નવમી ઓગસ્ટના રોજ વલસાડ જિલ્લા (Valsad district)માં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાત (South Gujarat Rain forecast)ના અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ ઉત્તર ગુજરાત (North Gujarat)માં હાલ વરસાદ માટે કોઈ આગાહી આપવામાં આવી નથી.

    MORE
    GALLERIES

  • 27

    Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં ધોધમાર ખાબકશે

    દિવસ-1 (9 ઓગસ્ટ) : કચ્છ, મોરબી, રાજકોટ, પોરબંદર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, સુરત, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી. સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર, ભરૂચ, નવસારી અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. વલસાડ જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે.

    MORE
    GALLERIES

  • 37

    Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં ધોધમાર ખાબકશે

    દિવસ-2 (10 ઓગસ્ટ) : કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહેદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી. રાજકોટ અમરેલી, પોરબંદર, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.

    MORE
    GALLERIES

  • 47

    Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં ધોધમાર ખાબકશે

    દિવસ-3 (11 ઓગસ્ટ) : આ દિવસે કચ્છ, બનાસકાંઠા, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

    MORE
    GALLERIES

  • 57

    Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં ધોધમાર ખાબકશે

    દિવસ-4 (12 ઓગસ્ટ) : આ દિવસે બનાસકાંઠા અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. અન્ય જિલ્લા માટે કોઈ જ આગાહી નથી આપવામાં આવી.

    MORE
    GALLERIES

  • 67

    Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં ધોધમાર ખાબકશે

    દેવભૂમિ દ્વારકા: હવામાન વિભાગની આગાહીને પગલે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા બંધ કરવામાં આવી છે. આગામી તારીખ 10/8/2022 થી 11/8/2022 સુધી ભારે વરસાદની અગાહી અને ભારે પવનની આગાહીને પગલે બોટ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દૂર દૂરથી લોકો બેટ દ્વારકના દર્શને આવતા હોય છે, પંરતુ હવામાન ખરાબ હોવાથી ફેરી બોટ સેવા બંધ રહેશે. જેનાથી તેઓ દર્શનથી વંચિત રહેશે. બીજી તરફ યાત્રિકોએ ઓખા જેટી પરથી ઊભા રહીને દૂરથી દ્વારકાધીશના દર્શન કરી શકશે.

    MORE
    GALLERIES

  • 77

    Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો કયા જિલ્લાઓમાં ધોધમાર ખાબકશે

    ગુજરાતમાં પડેલો વરસાદ: ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 77.75 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 125.71 ટકા, ઉત્તર ગુજરાતમાં 64.43 ટકા, પૂર્વ-મધ્યમાં 68.85 ટકા, સૌરાષ્ટ્રમાં 73.81 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 88.01 ટકા વરસાદ પડ્યો છે.

    MORE
    GALLERIES