અમદાવાદ: હવામાન વિભાગ (Meteorological department) તરફથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી (Gujarat Rain forecast) આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગમી 24 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી (Heavy rain forecast) છે. જ્યારે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો : સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારે થઈ રહ્યો છે. ડેમની સપાટી હાલ 134.93 મીટરે પહોંચી છે. ડેમમાં પાણીની આવક 3,33,056 ક્યુસેક નોંધાઈ છે. ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. 16મી ઓગસ્ટના રોજ સવારે 11 કલાકે ડેમના 23 દરવાજા 2.25 મીટર સુધી ખોલીને 3,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે. આ રીતે નદીમાં પાણીની કુલ જાવક 3,95,000 ક્યુસેક રહેશે.
નદીમાં પાણી છોડવાને પગલે નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે. મંગળવારે સવારે આઠ કલાકે ઇન્દિરા સાગર ડેમના 12 ગેટ 3.50 મીટર ખોલી 4,08,800 ક્યુસેક પાણી છોડાતા 32 કલાક પછી નર્મદા બંધમાં પાણીની મોટી આવક થઈ શકે છે. મધ્ય પ્રદેશમાં ભોપાલ, નર્મદા પુરમ, જબલપુર, ગુના, શીવપુરી, સાગર જિલ્લામાં સતત વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી શકે છે.
24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ : રાજ્યમાં (Gujarat Monsoon) છેલ્લા થોડા દિવસોથી ફરીથી ધોધમાર વરસાદ (rainfall forecast) વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્ય માટે હજી બે દિવસ ભારે હોવાનું અનુમાન કર્યું છે. આજે આવેલા વરસાદના 24 કલાકના આંકડા પ્રમાણે રાજ્યમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં ઝરમર વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.