Home » photogallery » ahmedabad » Gujarat Rain Forecast: ગુજરાતમાં ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

Gujarat Rain Forecast: ગુજરાતમાં ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

Gujarat Monsoon 2022: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે (8 ઓગસ્ટ) અમદાવાદમાં હવળાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 9 અને 10 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હાલ એક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે આખા ગુજરાતને વરસાદ મળશે.

  • 17

    Gujarat Rain Forecast: ગુજરાતમાં ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

    ગાંધીનગર: ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્રીજા રાઉન્ડમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે (India Meteorological Department) આજે (8 ઓગસ્ટ) આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી (Gujarat rain forecast) આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી ત્રણ દિવસે ભારેથી અત્યંત ભારે વરસાદ (Heavy rain) પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે (8 ઓગસ્ટ) અમદાવાદમાં હવળાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 9 અને 10 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદ (Ahmedabad heavy rain) થવાની સંભાવના છે.

    MORE
    GALLERIES

  • 27

    Gujarat Rain Forecast: ગુજરાતમાં ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

    હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી (Dr Manorama Mohanty)ના જણાવ્યા પ્રમાણે, "આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે. અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે. મોટાભાગે દક્ષિણ ગુજરાત (South Gujarat) તેમજ સૌરાષ્ટ્ર (Saurashtra)ના દરમિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર તેમજ દાહોદમાં પણ ભારે વરસાદ પડી શકે છે."

    MORE
    GALLERIES

  • 37

    Gujarat Rain Forecast: ગુજરાતમાં ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

    ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ: "બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સાબરકાંઠામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 10 અને 11 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાત રિઝનમાં વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 11મી ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. અન્ય જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં આજે માછીમારો માટે વોર્નિંગ આપવામાં આવી છે. 9મી તારીખથી 12મી સુધી આખા ગુજરાતમાં માછીમારો માટે વોર્નિંગ રહેશે."

    MORE
    GALLERIES

  • 47

    Gujarat Rain Forecast: ગુજરાતમાં ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

    અમદાવાદમાં વરસાદ: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે (8 ઓગસ્ટ) અમદાવાદમાં હવળાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 9 અને 10 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હાલ એક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે આખા ગુજરાતને વરસાદ મળશે. જેના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને અતિભારે વરસાદ પણ મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 57

    Gujarat Rain Forecast: ગુજરાતમાં ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

    24 કલાકમાં પડેલો વરસાદ : સોમવારે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં 65 એમ.એમ. નોંધાયો છે. અમરેલી જિલ્લાના બાબરામાં પણ 65 એમ.એમ. વરસાદ પડ્યો છે.

    MORE
    GALLERIES

  • 67

    Gujarat Rain Forecast: ગુજરાતમાં ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

    ગુજરાતમાં સરેરાશ વરસાદ: ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 76.21 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 125.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.59 ટકા, સૌરાષ્ટ્રમાં 71.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 87.39 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.

    MORE
    GALLERIES

  • 77

    Gujarat Rain Forecast: ગુજરાતમાં ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

    ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ: આજે એટલે કે સોમવારે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. બીજી તરફ વડનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વડનગરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ભિલોડામાં પણ વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

    MORE
    GALLERIES