હવામાન વિભાગે આગાહી કરી છે કે, એક દિવસ માટે એકાદ વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આવતીકાલથી કમોસમી વરસાદની શકયતા નહીવત છે. બીજી બાજુ, આવતીકાલથી ગરમીનો પારો વધે તેવી શકયતા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ પડી શકે છે. પરંતુ આ વરસાદ સામાન્ય રહેશે. જ્યારે કાલથી મોટાભાગે વરસાદની સંભાવના નથી. અત્યારે ગુજરાતમાં વરસાદ માટે કોઇ સિસ્ટમ સક્રિય નથી.
મહત્તમ તાપમાનમાં સામાન્ય બદલાવ જોવા મળી શકે છે. જેમ કે, અત્યારની જેમ 37 ડિગ્રી સુધીનું તાપમાન આગામી 5 દિવસ દરમિયાન રહી શકે છે. લધુત્તમ તાપમાનમાં પણ કોઇ ખાસ ફેરફાર થાય તેની સંભાવના નથી. અમદાવાદ અને ગાંઘીનગરમાં પણ કાલથી વરસાદની સંભાવના નથી. અહીં તાપમાનમાં પણ સામાાન્ય બદલાવ જોવા મળી શકે છે. ખાસ ચેન્જ નહીં થાય. જ્યારે તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે છે.
નોંધનીય છે કે, રાજ્યમાં વરસાદે વિદાય લઇ લીધી હોવા છતાં વચ્ચે ત્રણ-ચાર દિવસ મેઘમહેર જોવા મળી હતી. નવરાત્રીમાં વરસાદે વિરામ લીધા બાદ રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આ ત્રણ-ચાર દિવસ દરમિયાન રાજ્યના 91 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અહીં પાંચ ઇંચથી એક સુધીનો વરસાદ નોંધાયો હતો. પાછોતરા વરસાદ દરમિયાન સૌથી વધુ જાંબુઘોડામાં, મોરવા હડફ, ગોધરા, હાલોલ, શહેરા, દેવગઢ બારિયા, અમદાવાદ, વડોદરા સહિતના વિસ્તારોમં વરસાદ નોંધાયો હતો.