Home » photogallery » ahmedabad » Gujarat rain forecast: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

Gujarat rain forecast: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

Gujarat Monsoon 2022: અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે પાંચમી જુલાઈના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

विज्ञापन

  • 16

    Gujarat rain forecast: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

    અમદાવાદ: હવામાન વિભાગે આજે (5 જુલાઈ) ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ પડવાને લઈને આગાહી (Gujarat rain forecast) કરી છે. હવામાન વિભાગ (Meteorological Department)ના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ (5 જુલાઈથી 9 જુલાઈ) સુધી વરસાદ પડવાની સંભાવના (Gujarat rain) છે. પાંચ દિવસ દરમિયાન આખા ગુજરાતમાં વરસાદ રહેશે. આ દરમિયાન સામાન્યથી હળવો વરસાદ પડશે. અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ (Heavy to heavy rain) પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર, પોરબંદર, દ્વારકા અને જૂનાગઢમાં પણ અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસ અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

    MORE
    GALLERIES

  • 26

    Gujarat rain forecast: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

    અતિભારે વરસાદની આગાહી : અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે પાંચમી જુલાઈના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. છ અને સાતમી જુલાઈના રોજ ગુજરાત રિઝનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 8 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલી, સુરત અને ડાંગમાં અતિભારે વરસાદ પડી શકે છે.

    MORE
    GALLERIES

  • 36

    Gujarat rain forecast: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

    સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે. જોકે, છઠ્ઠી જુલાઈના રોજ સૌરાષ્ટ્રમાં વરસાદની એક્ટિવિટી ઓછી રહેશે. 9મી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન દ્વારકા, જામનગર, જૂનાગઢ, રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. (તસવીર: કચ્છના માંડવીમાં વરસાદ)

    MORE
    GALLERIES

  • 46

    Gujarat rain forecast: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

    અમદાવાદની સ્થિતિ: આગામી પાંચ દિવસ દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આશા છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. હાલ લૉ પ્રેશન મધ્ય પ્રદેશ સ્થિત છે. જેનાથી ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 56

    Gujarat rain forecast: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

    24 કલાકમાં ગુજરાતના 156 તાલુકામાં મેઘરાજાની સવારી : મંગળવારે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 156 તાલુકામાં વરસાદ (Gujarat rain) નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના (Valsad rain) ઉમરગામમાં 6.36 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડના પારડીમાં 5.44 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ (Gujarat rain forecast) રહેશે. આ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. આઠમી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ (Gujarat Heavy rain forecast) પડવાની આગાહી છે.

    MORE
    GALLERIES

  • 66

    Gujarat rain forecast: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

    સોમવારના વરસાદી આંકડની વાત કરીએ તો, સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 6.36 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડના પારડીમાં 5.44 ઇંચ, પલસાણા અને વાપીમાં 4.64 ઇંચ, સુરતના ચોર્યાસીમાં 4.28, સુરત શહેરમાં 3.6 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 3.5 ઇંચ જ્યારે અમરેલીના સાવરકુંડલા, જલાલપોરમાં 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

    MORE
    GALLERIES