Home » photogallery » ahmedabad » Gujarat rainfall: અમદાવાદમાં સવારથી જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યારથી પડશે ધોધમાર વરસાદ

Gujarat rainfall: અમદાવાદમાં સવારથી જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યારથી પડશે ધોધમાર વરસાદ

Gujarat monsoon forecast: આગામી પાંચ દિવસમાં ભાવનગર, બોટાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, તાપી સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 15

    Gujarat rainfall: અમદાવાદમાં સવારથી જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યારથી પડશે ધોધમાર વરસાદ

    અમદાવાદ : શહેરમાં (rain in Ahmedabad) લોકોની આતુરતાની રાહ બાદ આજે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદીઓએ હાશકારો અનુભવ્યો છે. આજે સવારથી ઘુમા, બોપલ, એસજી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાલ, જશોદાનગર, નારોલ જેવા અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ત્યારે હવામાન (Gujarat weather forecast) વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદમાં મંગળવારથી સારો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat rainfall: અમદાવાદમાં સવારથી જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યારથી પડશે ધોધમાર વરસાદ

    વરસાદી આંકડા પ્રમાણે, હજુ સુધી અમદાવાદ શહેરમાં 1.33 ઈંચ સાથે મોસમનો માત્ર 4.27 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં બે ઈંચ સાથે મોસમનો માત્ર 7.39 ટકા વરસાદ નોંધાયો છે. જો ગયા વર્ષની વાત કરીએ તો, ગત વર્ષે 3 જુલાઇ સુધીમાં અમદાવાદ શહેરમાં 5.31 ઈંચ સાથે મોસમનો 16 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે અમદાવાદ જિલ્લામાં 4 ઈંચ સાથે મોસમનો 14 ટકા જેટલો વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ ગત વર્ષની સરખામણીમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં ઘણો ઓછો વરસાદ વરસ્યો છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat rainfall: અમદાવાદમાં સવારથી જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યારથી પડશે ધોધમાર વરસાદ

    હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે અમદાવાદમાં મંગળવારથી સારા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આગામી પાંચ દિવસમાં ભાવનગર, બોટાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, તાપી સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat rainfall: અમદાવાદમાં સવારથી જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યારથી પડશે ધોધમાર વરસાદ

    રવિવારના વરસાદને જોઇએ તો ભાવનગર શહેરમાં બપોરના સમયે 45 મિનિટમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે વલ્લભીપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો પણ નજીકના પાણા અને તેની આજુબાજુના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થઇ વરસતા બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. સિહોર, ગારિયાધાર અને ઘોઘા પંથકમાં પણ હળવા-ભારે ઝાપટા વરસી ગયા હતા.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat rainfall: અમદાવાદમાં સવારથી જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યારથી પડશે ધોધમાર વરસાદ

    ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સાંભવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે NDRFના 25 સભ્યોની ટિમ બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં ઉતારીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જેમાં NDRF ટિમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ,રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાના કટિંગ મશીનો સહિતના સાધનો સાથે સજ્જ રાખવામાં આવી છે. આ NDRFની ટિમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે તે બાજુ જઇને રાહત અને બચાવની કામગીરી કરાશે.

    MORE
    GALLERIES