મયૂર માકડિયા અમદાવાદ : આજે ગાંઘીનગર (Gandhinagar) પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ (BJP Office Kamalam) ખાતે વડોદરા (Vadodara District) જીલ્લાના આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના (congress) આશરે 250 જેટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં (BJP) જોડાયા.આજે વડોદરા જિલ્લાના આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના આગેવાનો આજે પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, ભાર્ગવભાઇ ભટ્ટ સહિતના પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહમંત્રી અને બરોડા ડેરી ડિરેકટર સતિષભાઇ મકવાણા,વડોદરા વિઘાનસભાના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખમતી જયશ્રીબેન ગોહિલ સહિત આશરે 250 જેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા.
આ કાર્યક્રમમાં પ્રદેશનામહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, દેશમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતને વિશ્વગુર બનાવવા માટે દિવસ રાત એક કરી સખત પરિશ્રમ કરી રહ્યા છે એવા સમયે દેશની તાકાતને તોડવા કેટલીક રાજકીય પાર્ટીના નેતાઓ સમર્થન આપી રહ્યા છે અને હવે ગુજરાતની ભૂમી પર પણ એવી રાજકીય પાર્ટીના નેતાઓ આટા મારે છે. ગુજરાતમાં જનતાના આશિર્વાદથી ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.
પ્રદિપસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, આદણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. કેન્દ્રમાં 2014થી સતત નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જનતાની સેવા કરી રહી છે તે જોઇ સામાજીક આગેવાનો અને અન્ય રાજકીય પાર્ટીના આગેવાનોને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું મન થાય છે.