અમદાવાદ: શહેરમાં આજે પાંચ વાગ્યા બાદ અચાનકથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના પછી શહેરના તમામ વિસ્તાર પર કાળાડીબાંગ વાદળો ઘેરાયા હતા અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના વાસણા, જમાલપુર, બોડકદેવ, થલતેજ, એસજી હાઇવે, રિવરફ્રંટ, જુનાવાડજ તેમજ વસ્ત્રાપુરમાં વરસાદ વરસ્યો છે. ત્યાં જ શહેરના એસજી હાઇવે પર વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. જેના કારણે હાઇવે પર લગાવેલા હોર્ડિંગ્સો ફાટી ગયા છે ત્યાં જ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.