હવામાન વિભાગ અનુસાર, આગામી 16 ઓગસ્ટ મંગળવારે ગુજરાતને મેઘરાજા ધમરોળશે. આ દરમિયાન હવામાન વિભાગે મંગળવારે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ બુધવારે 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં જ દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે.
તમને જણાવી દઇએ કે, સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં વરસાદ અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા હજુ પણ નર્મદા ડેમમાં 2 લાખ 20 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી 135.17 મીટર પર પહોંચી ગઇ છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે હવે માત્ર 4 મીટર દૂર છે. હાલ નર્મદા ડેમ માં થી 2 લાખ 20 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને કારણે નર્મદા ડેમના રેડિયલ 23 દરવાજા ખોલી 80,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.