ગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાયું છે અને દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો થઈ શકે છે ત્યારે મિની વાવાઝોડા જેવી સ્થિતિની આશંકા ગુજરાતના દરિયાકાંઠે સેવાઇ રહી છે. જેથી ગુજરાતના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ત્યાં જ અહીં 30 થી 40 કિમીની ઝડપથી પવન ફંકાઈ શકે છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી અપાઇ છે. ત્યાં જ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.