Home » photogallery » ahmedabad » માવઠાનું ગુજરાત મોડલ: આ કારણે વારંવાર થાય છે માવઠું, કેમ પડે છે કરા?

માવઠાનું ગુજરાત મોડલ: આ કારણે વારંવાર થાય છે માવઠું, કેમ પડે છે કરા?

આ એક ચોંકાવનારા બદલાવના લીધે વારંવાર થઇ રહ્યો છે કમોસમી વરસાદ. હવામાન નિષ્ણાત જણાવી રહ્યા છે ગુજરાતમાં એક પછી એક માવઠા પાછળનું રહસ્ય અને કરા પડવા પાછળનું કારણ.

 • 15

  માવઠાનું ગુજરાત મોડલ: આ કારણે વારંવાર થાય છે માવઠું, કેમ પડે છે કરા?

  વિભુ પટેલ, અમદાવાદ: રાજ્યમાં એક પછી એક માવઠું ચાલુ રહે છે. બે-ચાર દિવસના વિરામ બાદ ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. ભાગ્યે જ માર્ચમાં માવઠું થતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે તો માર્ચમાં એક પછી એક માવઠું થઈ રહ્યું છે. બીજી એક મહત્વની વાત એ છે કે, વાતાવરણ અને તાપમાન કેવું રહેશે? તે પવનની દિશા અને ભેજના પ્રમાણ પરથી નક્કી થાય છે. પરંતુ ચાલુ વર્ષે તો વારંવાર પવનની દિશા બદલાય છે. જેના કારણે હિમાલય તરફ જતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં વરસાદ વરસાવે છે. સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં જ હોય છે. ગુજરાતમાંથી પસાર થઇને હિમાલય બાજુ જતાં કાશ્મીરમાં વરસાદ થતો હોય છે, પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાંથી પસાર થતાં માવઠું થઇ રહ્યું છે, આ એક ચોંકાવનારો બદલાવ સામે આવ્યો છે.

  MORE
  GALLERIES

 • 25

  માવઠાનું ગુજરાત મોડલ: આ કારણે વારંવાર થાય છે માવઠું, કેમ પડે છે કરા?

  હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર આવી રહ્યા છે. જે પવનની દિશાના કારણે દક્ષિણ દિશા તરફ સરકી રહ્યા છે. જેના કારણે માવઠું ગુજરાતમાં થઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિઝન પણ પૂર્ણતાના આરે છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આ પૂર્વ તરફ ગતિ કરે છે, જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની શકયતા છે. પવનમાં ઘણા બધા ફેરફાર થઇ રહ્યા છે. સામાન્ય રીતે પશ્ચિમના પવન ફૂંકાવવા જોઈએ, પરંતુ અત્યારે વાયવ્યના પવન આવી રહ્યા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાંથી અમુક લહેરો છૂટી પડીને ગુજરાત તરફ આવે છે અને માવઠું થાય છે. ચાલુ વર્ષે વધારે પડતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા છે. નૈઋત્ય તરફથી આવતા વાદળોના કારણે પાણી પડે છે, પરંતુ વાયવ્ય તરફથી આવતા વાદળોના કારણે કરા પડવાની શક્યતા રહે છે.

  MORE
  GALLERIES

 • 35

  માવઠાનું ગુજરાત મોડલ: આ કારણે વારંવાર થાય છે માવઠું, કેમ પડે છે કરા?

  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું કારણ સિંધ પંજાબના મેદાની પ્રદેશના વાયવ્યએ પશ્ચિમે બલુચિસ્તાન અને અફધાનિસ્તાનની પર્વતમાળા છે. જે 6 કિલોમીટર ઉંચી દિવાલ રચે છે. આ દિવાલ ઈરાન અને અફધાનિસ્તાનમાંથી શિયાળમાં ઠંડા આવતા પવનને નીચેની સપાટીએ અટકાવે છે. ભુપૂષ્ટની આ રચના મધ્ય કક્ષાના શિયાળુ-વરસાદ વરસાવે છે. હજુ પણ આવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ માસમાં આવી રહ્યા છે. બલુચિસ્તાન પર્વતો સમુદ્ર સુધી ન પહોંચતા પશ્ચિમ તરફ વળી જાય છે. સમુદ્ર કાંઠાને સમાંતર એકથી દોઢ કિલોમીટર ઉંચી દિવાલ બનાવે છે. ભુપૂષ્ટની આ રચના ઉત્તર અરબી સમુદ્રમાંથી શિયાળુ તથા જ્યારે તે પૂર્વ કે ઈરાન તરફ ખસે છે ત્યારે માવાઠું થાય છે. સામાન્ય રીતે ગુજરાત ઉત્તર અક્ષાંશ 20થી 25ની વચ્ચે આવેલું છે. વિષૃવૃતથી દૂર ન હોવાથી સૂર્ય જ્યારે માથે આવે, ત્યારે કર્કવૃત કચ્છ ઉપરથી પસાર થતું હોવાથી માર્ચથી ઓગસ્ટ સુધી ગરમી હોય છે. પરંતુ આ વર્ષે વિશિષ્ટ પરિસ્થિતિ હોવાથી ગરમીમાં વધઘટ થયા કરે છે.

  MORE
  GALLERIES

 • 45

  માવઠાનું ગુજરાત મોડલ: આ કારણે વારંવાર થાય છે માવઠું, કેમ પડે છે કરા?

  નોંધનીય છે કે, હવામાન વિભાગની નવી આગાહી સામે આવતાં IPL મેચના રસિકોને હાશકારો થયો છે. IPL દરમિયાન વરસાદની શક્યતા નહીંવત છે. જ્યારે આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે રાજ્યના જુદા-જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કરા પડવાની શક્યતા નહિવતછે. સાથે જ કેટલાક વિસ્તારોમાં ઠંડરસ્ટ્રોમની શક્યતા છે.

  MORE
  GALLERIES

 • 55

  માવઠાનું ગુજરાત મોડલ: આ કારણે વારંવાર થાય છે માવઠું, કેમ પડે છે કરા?

  ઉત્તર ગુજરાત, કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે બે દિવસ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટશે. બે દિવસ બાદ ફરી તાપમાનમાં 2થી 3 ડિગ્રી વધારો થશે.

  MORE
  GALLERIES