રાજ્યમાં છેલ્લા 10 દિવસથી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેથી લોકો ઠંડીમાંથી ક્યારે રાહત મળશે તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હજુ આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે અને ત્યારબાદ ઠંડીમાંથી રાહત મળશે પરંતુ ખેડૂતો માટે માઠા સમાચાર છે.