વિભુ પટેલ, અમદાવાદ: તાપમાન કેવું રહેશે તે પવનની દિશા પર આધાર રહે છે. પવનની દિશા બદલાતા જ તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટ્યું છે. તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગનો અનુમાન છે કે, આગામી ચાર દિવસ મહત્તમ અને લઘુતમ તાપમાન યથાવત રહેશે. તેમજ એક દિવસમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી લાગે છે, જ્યારે બપોર થતાં જ ઉનાળાની શરૂઆત થઈ હોય તેઓ એહસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં મહત્તમ તાપમાન 3થી 4 ડીગ્રી સુધી વધી ગયું છે. એક સપ્તાહ પહેલા અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 27 ડીગ્રી હતું. જે વધીને 31 ડીગ્રીએ પહોંચી ગયું છે. (Ambalal patel forecast)