અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના રસીકરણ (corona Vaccine) કાર્યક્રમ વચ્ચે કોરોનાના કેસમાં (Corona virsu cases) સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 9મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં 53,615 વ્યક્તિને એક જ દિવસમાં 833 કે્ન્દ્રો પરથી રસી આપવામાં આવી છે. આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકમાં માત્ર 255 નવા (Gujarat Corona Updates) કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 47, વડોદરામાં 50, રાજકોટમાં 40, સુરતમાં 33, આણંદમાં 7, ગાંધીનગરમાં 7, નર્મદામાં 3, સાબરકાંઠા 6, ભાવનગરમાં 2, ગીરસોમનાથ 7, દાહોદ 4, મહેસાણા2 , અમરેલી 4, ભરૂચ 4, જૂનાગઢ 6, કચ્છ, મોરબી 4-4, પંચમહાલ 3, છોટાઉદેપુર 2, જામનગરમાં 2, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગરમાં 1-1 મળીને કુલ 255 નવા કેસ નોંધા છે જ્યારે 495 દર્દીઓ આજે ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં હાલમાં કુલ 1800 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે કુલ 26 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે રાજ્યમાં કુલ 1774 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 2,57,968 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કુલ 4397 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કોરોનાના કેસ ઘટડા આરોગ્ય તંત્ર અને સરકારે રાહતનો શ્વાસ લીધો છે.
રાજ્યમાં ગત 16મી જાન્યુઆરીથી કોરોના રસીકરણનો કાર્યક્રમ શરૂ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રથમ તબક્કો અને સાથે બીજો તબક્કો મળીને કુલ 7,14, 131 વ્યક્તિઓનું રસીકરણ સમાપ્ત થઈ ગયું છે. સરકારી કોરોના બુલેટિન મુજબ અત્યારસુધીમાં કોરોના રસીના કારણે એક પણ વ્યક્તિને કોરોનાની આડઅસર જોવા મળેલી નથી. ફાઇલ તસવીર.