કોંગ્રેસ દ્વારા આયોજીત જનતા અદાલતમાં વર્તમાન સરકારને બરતરફ કરવા માંગ કરાઇ હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત સ્થાપના દિવસે સરદાર બાદ ખાતે જનતા અદાલતનું આયોજન કરાયું હતુ. સરકાર પર કુલ 12 આરોપ મુકવામાં આવ્યા હતા. કોંગ્રેસના જ 15-15 લોકોએ સરકાર અને વિપક્ષના ભુમિકા ભજવી હતી. શિક્ષણ રોજગાર આરોગ્ય ખેતી સહિતના 12 મુદ્દાની ચર્ચા કરાઇ હતી. છેલ્લા 25 વર્ષના ભાજપાના શાસનમાં ગુજરાત અને ગુજરાતની પ્રજાના પ્રશ્નો અંગે મુસદ્દો તૈયાર કરાયો હતો.
કોરોના અને કથળેલા આરોગ્ય તંત્ર અંગે કેતન પરમારે સરકાર પર આરોપ મૂક્યો ડોકટર જીતુ પટેલ અને હેમાંગ રાવલે સરકાર વતી જવાબ આપ્યો હતો. દર્દી તરીકે જોયજ ડાયર્સ દ્વારા પણ આવી વિરોધ નોધાવ્યો હતો. મોંઘવારી મુદ્દે હેતા પરીખે સરકાર પર આરોપ મૂક્યો હતો. ડોલી દવે એ સરકાર વતી જવાબ આપ્યો હતો.મહિલા સુરક્ષા , બળાત્કાર અને કાયદો વવસ્થા મુદ્દે મંદાકિની પટેલે આરોપ મૂક્યો ગીતા પટેલે તેનો જવાબ આપ્યો હતો. ભ્રષ્ટાચાર મુદ્દે ધર્મેન્દ્ર પટેલ અને જિગીષા પટેલે આરોપ મૂક્યો ઉમાકાન્ત માંકડે જવાબ આપ્યો હતો.