અમદાવાદ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અરવિંદ કેજરીવાલે મોટી ભવિષ્યવાણી કરતા કહ્યુ છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે. આવામાં આજે આપણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની રાજકીય કુંડળી વિશે વાત કરીશું. તેમની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ શું સૂચવી રહી છે? ચાલો જાણીએ શું કહે છે એસ્ટ્રો ફ્રેન્ડ, જ્યોતિષ ચિરાગ દારૂવાલા...
કેજરીવાલની કુંડળીની વાત કરતાં ચિરાગ દારૂવાલાએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલની જન્મ તારીખ 16 ઓગસ્ટ, 1968 છે. કુંડળીમાં સિંહ રાશિમાં જન્મ છે. એમની ગુરુની મહાદશા ચાલે છે. વર્ષ 2026 સુધી ગુરુની મહાદશા રહેશે. જ્યારે અંતરદશામાં મંગળ છે. તે ઓક્ટોબર 2023 સુધી રહેશે. એટલે કે ક્યારેક સારું ક્યારેક ખરાબ પરિણામ મળે. કારકિર્દીમાં તરત સ્થિરતા ન મળે.
જ્યારે પણ ગુરુની મહાદશા ચાલતી હોય ત્યારે માનસિક શાંતિ બહુ મળે છે. ગુરુ અને ચંદ્રની મહાદશા ચાલતી હોય તો માણસ શાંત રહીને ઘણું બધું કરી શકતો હોય છે. આવી દશામાં માણસને નેમ અને ફેમ બન્ને મળે છે. પૈસાની દ્રષ્ટિએ માણસને ચિંતા કરવાની જરૂર જ હોતી નથી. બન્ને ફ્રેન્ડલી પ્લાનેટ હોવાથી સારા સારા લોકોને મળશે, સારા સંબંધ બનાવશે.
ગ્રહોની વાત કરીએ તો, સૂર્ય 4 ઘરનો સ્વામી છે. હાલમાં તે તેમની કુંડળીમાં 3 ઘરમાં છે. એટલે કે, એમનું કોમ્યુનિકેશન જબરદસ્ત રહેશે. પોઇન્ટ ટુ પોઇન્ટ વાત કરવાની તેમને સારી રીતે આવડે છે અને ગ્રહો એ જ કરાવે છે. કેવી રીતે લોકોને કન્વીન્સ કરવા તે તેમને સારી રીતે આવડે છે. તેમને લોકોનો સપોર્ટ પણ સૌ ટકા મળશે.
ગુરુ 8માં અને 10માં ઘરનો સ્વામી છે. હાલમાં તેમની કુંડળીમાં ચોથા ઘરમાં છે. એટલે કે માણસ ખુલ્લા દીલનો હોય. બધાને આવકારવા હંમેશા તત્પર હોય. એના લીધે લોકો એમની વાત પણ માને છે. સાથે જ સરકારી લાભો પણ પ્રાપ્ત થશે. વર્ષ 2026 સુધી જે ઇચ્છે છે તે કરી શકે છે, પણ લાગે છે કે વધુ પ્લાનિંગ કરીને કરશો તો મજા આવશે. સાથે જ ઝુપીટરના લીધે તેઓ બોલવામાં બહુ બ્લન્ટ છે.
શુક્ર પહેલા અને છઠ્ઠા ઘરનો સ્વામી છે. હાલ તે તેમની કુંડળીમાં ચોથા ઘરમાં છે. એટલે કે માનસિક અને શારીરિક રીતે બહુ જ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય મામલે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. બધા લોકો સાથે સારા સંબંધ રહેશે. ધાર્મિક પણ છે અને પરિવારજનોને સારું માન પણ આપે છે. આમ, અરવિંદ કેજરીવાલની કુંકળી સારી છે. ગુજરાતના રાજકારણમાં એમને થોડી વધારે મહેનત કરવી પડશે. થોડા વધારે વિશ્વાસુ લોકોને બેસાડવા પડશે. મહત્વનું છે કે, બહુ સારી રીતે ટક્કર આપી શકે છે. તેમની કુંડળી ખરેખર મજબૂત છે.