Home » photogallery » ahmedabad » Gujarat Election 2022: PM મોદીનો ત્રણ મતવિસ્તારોમાં ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં લોકો જોડાયા, જૂઓ તસવીરો
Gujarat Election 2022: PM મોદીનો ત્રણ મતવિસ્તારોમાં ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં લોકો જોડાયા, જૂઓ તસવીરો
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદમાં ફરી એકવાર રોડ શો કર્યો હતો. આ રોડ શો સાંજે લગભગ 6 વાગ્યે શરૂ થયો હતો, જે ત્રણ વિધાનસભા મતવિસ્તારો દરિયાપુર, જમાલપુર અને બાપુ નગરમાંથી પસાર થયો હતો. આ પછી પીએમ નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધી હતી. રોડ શોમાં PM મોદીએ અમદાવાદ એરપોર્ટથી સરસપુર સુધીનું લગભગ 20 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ઘણી જગ્યાએ તો ભીડને કાબૂમાં લેવામાં પોલીસ કર્મચારીઓનો પરસેવો છૂટી ગયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદમાં મા ભદ્રકાળી મંદિરમાં જઈને વિધિવત પ્રાર્થના કરી હતી. આ પછી તેમણે રોડ શો શરૂ કર્યો હતો.
2/ 9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદમાં ફરી એકવાર રોડ શો કર્યો હતો. હજારો લોકોની ઉત્સાહી ભીડને જોઈને PM મોદીએ કારમાંથી ઉતરીને તેમનું અભિવાદન પણ કર્યું હતું.
विज्ञापन
3/ 9
PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ઉત્સાહિત લોકોએ દરેક જગ્યાએ ફૂલોથી સ્વાગત કર્યું હતું.
4/ 9
PM નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમનો જાદુ આ રોડ શોમાં જોવા મળ્યો હતો. એટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા કે તમામ બંદોબસ્ત કરવા છતા પણ પોલીસ અને સુરક્ષા જવાનોને પરસેવો છૂટી ગયો હતો.
5/ 9
PM નરેન્દ્ર મોદીના રોડ શોમાં તમામ વર્ગ અને વયના લોકોએ ભાગ લીધો હતો. જેમાં મહિલાઓની પણ મોટી ભાગીદારી જોવા મળી હતી. આ દરમિયાન સમગ્ર વિસ્તાર મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યો હતો.
विज्ञापन
6/ 9
રોડ શોમાં ઘણા સ્થાનો પર PM મોદીને પોતાના ચાહકોને મળવા અને તેમનું અભિવાદન કરવા કારમાંથી બહાર આવવું પડ્યું હતું.
7/ 9
કારમાં બેઠેલા PM નરેન્દ્ર મોદી તેમના રોડ શો દરમિયાન લોકોને શુભેચ્છા પાઠવતા રહ્યા. PM મોદીને જોતા જ ભીડ બેકાબૂ થતી રહી અને સુરક્ષાકર્મીઓ તેને કાબૂમાં લેવામાં વ્યસ્ત હતા.
8/ 9
પીએમ મોદીનો રોડ શો 3 મતવિસ્તારોમાંથી પસાર થયો અને ઘણી જગ્યાએ યુવાનોનો ઉત્સાહ અદ્ભૂત હતો.
विज्ञापन
9/ 9
પોતાના પ્રિય નેતાની એક ઝલક જોવા માટે વિવિધ સમાજના યુવક-યુવતીઓ પણ રસ્તાની બંને બાજુએ ઉભા હતા અને તે બધા મોદી-મોદીના નારા લગાવતા જોવા મળ્યા હતા.