ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, જૂઓ આ ખાસ મતદારોની તસવીરો
Gujarat Assembly Elections 2022 Phase 1 Voting: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યમાં ચૂંટણીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં માટે મતદાન કરવામાં માટે જઈ રહ્યા છે.
મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે.બીજી તરફ આજે લગ્ન પણ ખુબ જ છે. ત્યારે લોકો લગ્ન સાથે મતદાન પણ કરી રહ્યા છે. પહેલા મતદાન અને પછી લગ્ન તેવા નિર્ણય સાથે વરરાજા ઢોલ સાથે મતદાન કરવા માટે પહોચ્યા હતા.
2/ 10
ગીર સોમનાથના ઉના વિધાનસભામા આવતું અને જામવાળા ગીરથી 25 કિમિ દૂર નેશનલ પાર્કમાં આવેલું બાણેજ મતદાન મથક. જી હા અહીં બાણેશ્વર મહાદેવ મંદિરના મહંત એક માત્ર આ વિસ્તારના રહેવાસી છે અને આ બુથના એક માત્ર મતદાતા છે.
विज्ञापन
3/ 10
મતદાનના મહાપર્વમાં 101 વર્ષના વૃદ્ધાએ અને દુલ્હને પણ મતદાન કરી લોકશાહીના પર્વમાં સૌને મતદાન કરવા અપીલ કરી હતી. એક વૃદ્ધા કે જેમની ઉંમર 101 વર્ષની છે, અને તેઓ વૃદ્ધ વયે પણ મતદાન કરવા માટે પહોચ્ચા હતા.
4/ 10
પોતાની લગ્ન મંડપ છોડી પહેલા આ દુલ્હન મતદાન કરવામાં માટે પહોચી અને પોતાની નૈતિક ફરજ પૂરી કરી હતી. આ દુલ્હને સાબિત કર્યું કે, મતદાન કરવું આ આપણી સૌથી મોટી જવાબદારી છે.
5/ 10
રાજ્યમાં લોકો હજુ પોતાની નૈતિક ફરજો ભૂલ્યા નથી, કોઈ લગ્ન પહેલા તો કોઈ વૃદ્ધ વયે મતદાન કરવામાં માટે પહોચ્ચા છે. દિવસે દિવસે લોકોમાં મતદાન કરવા પ્રત્યે જાગૃતિ આવી રહી છે.
विज्ञापन
6/ 10
ગુજરાતના લોકોમાં મતદાન કરવા બાબતે જાગૃતિ આવી રહી છે, ત્યારે પોતાની ફરજ પૂરી કરવા માટે કિન્નરો પણ મતદાન કરવા માટે પહોચી હતી.
7/ 10
એક વ્યક્તિ સરકારનો વિરોધ કરતા ગેસનો બાટલો લઈને મતદાન કરવામાં માટે પહોચ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આ સરકારના શાસનમાં ગેસના ભાવ આસમાને પહોચી ગયા છે.
8/ 10
આ દિવ્યાંગ વ્યક્તિ પણ પોતાની મતદાનની ફરજ પૂરી કરવામાં માટે મતદાન કરવામાં માટે પહોચ્યા હતા. મતદાન મથક પર હાજર પોલીસ કર્મીએ તેમની મદદ કરી મતદાન મથક પ સુધી પોતાની ખોળામાં ઉચકીને લઈ ગયા હતા.
विज्ञापन
9/ 10
રાજ્ય પ્રથમ તબક્કના મતદાનમાં 89 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે. આજે સરેરાશ 60 ટકાથી વધુ મતદાન થયું હોવાનું અનુમાન છે. સંતો મહંતો પણ મતદાન મથકે પોતાની ફરજ અદા કરવા માટે મતદાન કરલા માટે પહોચ્યા હતા.
10/ 10
આવી જ રીતે એક બીજી પણ વરરાજાએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી છે. જાન લઈને જતા પહેલા પોતાની ફરજ પૂરી કરી છે. લગ્નના દિવસે સવારે મતદાન મથકે જઈને મતદાન કર્યું છે. વરરાજા તરીકે પણ મતદાન કરવાની ફરજ ચૂક્યા નથી.