અમદાવાદ: રાજ્યના ઘણા વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ છે. હાઈવે પર ગાઢ ધુમ્મસને લીધે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધુમ્મસ છવાયું છે. જેના પગલે વાહનચાલકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે. એક્સપ્રેસ હાઈવે પર વાહન સાવધાનીપૂર્વક ચલાવવા અપીલ કરાઇ છે. અતિ ગાઢ ધુમ્મસને લીધે ખેડૂતોની ચિંતા વધી છે. વધુ ધુમ્મસથી જીરુના પાકને નુકસાન થઈ શકે છે.