અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 96 કેસ નોંધાયા છે. જેની સામે 315 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 3 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10054 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.36 ટકા છે. અત્યાર સુધીમાં 2,51,28,252 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. રાજ્યમાં બીજી લહેર અસ્તાચળે છે ત્યારે આજે કોરોના પણ નર્વસ નાઇન્ટીસમાં આવી ગયો છે.
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3 ગણ છે. આજે કુલ 2,49,125 દર્દીઓને રસી આપવામાં આવી છે જેમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 22669 વ્યક્તિઓનું થયું છે. જ્યારે સુરત શહેરમાં 24799 દર્દીઓનું રસીકરણ થયું છે. વડોદરા શહેરમાં 11227 દર્દીઓને રસી અપાઈ છે. પ્રતિકાત્મક તસવીર