Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 16મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 844કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 2688 દર્દીઓ સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 13 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 304, વડોદરામાં 158, વડોદરા જિલ્લામાં 44, સુરત શહેરમાં 35, ગાંધીનગર શહેરમાં 23, બનાસકાંઠામાં 22, ખેડામાં 21, ગાંધીનગરમાં 19, કચ્છમાં, મહેસાણામાં 19-19, સુરત જિલ્લામાં 18, આણંદ, રાજકોટમાં 17-17, અમદાવાદ સાબરકાંઠઆમાં 13-13, ભરૂચ, રાજકોટ શહેરમાં 12-12, અરવ્લીલ-દાહોદમાં 11-11 પાટણમાં 10 કેસ નોંધાયા છે.