રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 11947 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ મોત વધ્યા છે. આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક 33 મોત (Gujarat corona Deaths) થયા છે.
<br />રાજ્યમાં 29મી જાન્યુઆરીના રોજ અમદાવદ શહેરમાં 3990, વડોદરા શહેરમાં 1816, રાજકોટ શહેરમાં 716, સુરત શહેરમાં 511, વડોદરા જિલ્લામાં 441, સુરત જિલ્લામાં 368, ગાંધીનગર શહેમરાં 326, મહેસાણામાં 313, પાટણમાં 280, રાજકોટમાં 266, કચ્છમાં 263, જામનગર શહેરમાં 214, ભરૂચમાં 207, ભાવનગર શહેરમાં 203, બનાસકાંઠામાં 191, ગાંધીનગરમાં 161, આણંદમાં 151, વલસાડમાં 151 નવા કેસ નોંધાયા છે.
ખેડામાં 140, મોરબીમાં 121, સાબરકાંઠામાં 121, નવસારીમાં 116, સુરેન્દ્રનગરમાં 91, જામનગરમાં 88, અમદાવાદ જિલ્લામાં 76, પંચમહાલમાં 75, તાપીમાં 53, મહીસાગરમાં 40, દાહોદ, જૂનાગઢ જિલ્લામાં 39-39, જૂનાગઢ શહેરમાં 33, અમરેલી, ગીરસોમનાથમાં 31-31, ભાવનગરમાં 27, નર્મદામાં 24, દેવભૂમિ દ્વારકામાં 22, છોટાઉદેપુરમાં 16, અરવલ્લીમાં 185, ડાંગમાં 12, બોટાદમાં 10, પોરબંદરમાં 6, કુલ આજે 11794 કેસ નોંધાયા છે.
<br />આજે રાજ્યમાં ત્રીજી લહેરના રેકોર્ડ બ્રેક 33 મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 7, વડોદરા શહેર, રાજકોટ શહેરમાં 3-3, સુરત શહેરમાં 2, સુરત જિલ્લામાં 3, રાજકોટમાં 2, આણંદ, વલસાડમાં 2-2, ખેડામાં 1, જામનગર, અમદાવાદ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં 1-1 મળી અને કુલ 33 દર્દીઓનાં મોત થયા છે. પ્રતિકાત્મક તસવીર
આજે રાજ્યમાં કુલ 21655 દર્દીઓ સાજા થયા છે જ્યારે કુલ 2,13,681 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો એક લાખની નીચે આવી ગયો છે. હાલમાં 98021 નવા એક્ટિવ કેસ છે જ્યારે વેન્ટિલેટર પર 285 દર્દીઓ છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીઓની સંખ્યા 97736 છે જ્યારે કે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 1036156 પર પહોંચી ગઈ છે. આમ કુલ 1048 દર્દીઓનાં અત્યારસુધી સરકારી ચોપડે મૃત્યુ નોંધાયા છે.