<br />Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 27મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 162 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 386દર્દીઓ સાજા થયા છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આજે 02 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે. આજે રાજ્યના 11 જિલ્લા અને 3 મહાનગરોમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.
<br />રાજ્યમાં નવા કેસની ચર્ચા કરવામાં આવે તો આજે અમદાવાદ શહેરમાં 77, વડોદરા શહેરમાં 20, વડોદરા જિલ્લામાં 15, રાજકોટ જિલ્લામાં 06, સુરત શહેરમાં 05, ગાંધીનગર શહેર, સુરત જિલ્લામાં 4-4, આણંદ, જામનગર જિલ્લામાં 3-33 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ જિલ્લો, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, કચ્છ, તાપી જિલ્લામાં 2-2 કેસ નોંધાયા છે.
<br />આજે દેવભૂમિ દ્વારકા, ગાંધીનર જિલ્લો, મહીસાગર, મહેસાણા, નવસારી, પંચમહાલ, રાજકોટ શહેર, સાબરકાંઠા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. આજે ભાવનગર શહેર જિલ્લો, બોટાદ, છોટાઉદેપુર, ડાંગર, જામનગર શહેર, જૂનાગઢ શહેર જિલ્લો, મોરબી, નર્મદા, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં કોરાનાનો નવો કેસ શૂન્ય નોંધાયાો છે.
રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 2049 પર પહોંચી ગયો છે. આ પૈકીના ફક્ત 263 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 2026 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે કે 12,09,534 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. અત્યારસુધીમાં કુલ 10928 દર્દીઓનાં મૃત્યુ થઈ ચુક્યા છે. આજે રાજ્યમાં વડોદરા કોર્પોરેશનમાં બે મોત નોંધાયા છે.