Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 25મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 230 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 491 દર્દીઓ સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 02 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે.
રાજ્યમાં આજે અરવલ્લી, દાહોદ, ખેડા, ણોરબી, પંચહામલ, તાપી, વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર શહેર, કચ્છ, નવસારી, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે 10 જિલ્લા અને 02 મહાનગરમાં કોરોનાના નવા શૂન્ય કેસ નોંધાયા છે. આ મહાનગરમાં ભાવનગર અને જૂનાગઢ છે જ્યારે જિલ્લામાં અમરેલી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ગીરસોમનાથ, જામનગર, જૂનાગઢ, મહીસાગર, નર્મદા, પોરબંદરમાં શૂન્ય કેસ નોંધાયા છે