Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 14મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 1040કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 2570 દર્દીઓ સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 14 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે
રાજ્યમાં નવા કેસમાં આજે અમદાવાદ શહેરમાં 341,વડોદરા શહેરમાં 170, બનાસકાંઠામાં 71, વડોદરા જિલ્લામાં 64, સુરતમાં 46, સુરત શહેરમાં 34, ખેડામાં 31, ગાંધીનગર શહેરમાં કચ્છમાં 25-25, મહેસાણામાં 24, રાજકોટમાં 21, સાબરકાંઠામાં 18, અમરેલીમાં 14, આણંદ, રાજકોટ શહેરમાં 13-13, ગાંધીનગરમાં 12, ભરૂચ, પંચમહાલ તાપીમાં 11-11 નવા કેસ નોંધાયા છે.
અમદાવાદ-જામનગર શહેરમાં 9-9 કેસ, અરવલ્લીમાં 8, ભાવનગર શહેર, ગીરસોમનાથ, મોરબી, નવસારી, વલસાડમાં 6-6 કેસ, પાટણમાં 5, ભાવનગર-દાહોદ, મહીસાગરમાં 4-4 કેસ, છોટાઉદેપુર, નર્મદામાં 3-3 કેસ, બોટાદ, જામનગર, જૂનાગઢ શહેર, પોરબંદર, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. ડાંગ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢમાં 0-0 કેસ નોંધાયા છે અને કુલ 1040 નવા કેસ નોંધાયા છે.