Gujarat corona update: ગુજરાતના સતત વધી રહેલા કોરોના વાયરસના કેસો (coronavirus)માં આજે મોટો ઘટાડો નોંધાયો છે. જે એક રાહતના સમાચાર છે. આજે કોરોના કેસ ગઇકાલની સરખામણીમાં મોટો ઘટાડો નોંધાયો છે અને કોરોના કેસનો આંકડો 700ની અંદર નોંધાયો છે. આજે 25 જુલાઇની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 633 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 731 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.67 ટકા નોંધાયો છે. જોકે આજે પણ અમદાવાદમાં સૌથી વધુ 211 કેસ નોંધાયા છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 25 જુલાઈ 2022 સોમવારના રોજ રાજ્યમાં નવા 633 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 211 નોંધાઇ છે. બીજી તરફ આજે રાજ્યમાં કોરોનાથી 3 દર્દીના મોત નિપજ્યા છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10963 થયા છે.
વરસાદી પાણી વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 211, સુરત કોર્પોરેશન 51, વડોદરા કોર્પોરેશન 49, રાજકોટ કોર્પોરેશન 44, કચ્છ 30, સુરત 28, મહેસાણા 27, ભાવનગર કોર્પોરેશન 25, ગાાંધીનગર કોર્પોરેશન 21, ગાંધીનગર 18, પાટણ 17, બનાસકાંઠા 16, મોરબી 11, રાજકોટ 9, આણંદ 8, જામનગર કોર્પોરેશન 8, સાબરકાંઠા 7, તાપી 6, વલસાડ 6, અમદાવાદ 5, ભરૂચ 5, દેવભૂમિ દ્વારકા 5, જામનગર 5, પંચમહાલ 5, નવસારી 4, સુરેન્દ્રનગર 3, વડોદરા 3, અમરેલી 2, અરવલ્લી 2, ગીર સોમનાથ 1, મહીસાગર 1 કેસ નોંધાયા છે.