Home » photogallery » ahmedabad » corona Update: આજે જનતા કર્ફ્યૂના બે વર્ષ પૂરા થવાની તારીખે રાજ્યમાં કોરોનાના માત્ર 10 નવા કેસ

corona Update: આજે જનતા કર્ફ્યૂના બે વર્ષ પૂરા થવાની તારીખે રાજ્યમાં કોરોનાના માત્ર 10 નવા કેસ

Gujarat Corona Update: રાજ્યમાં આજે ફક્ત દાહોદ (dahod) જિલ્લામાં કોરોનાનો એક કેસ, જ્યારે બાકીના 12 કેસ ત્રણ મહાનગરના. આજે બે દર્દીનાં મોત

विज्ञापन

  • 15

    corona Update: આજે જનતા કર્ફ્યૂના બે વર્ષ પૂરા થવાની તારીખે રાજ્યમાં કોરોનાના માત્ર 10 નવા કેસ

    Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 10 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 1 જિલ્લા અને 3 મહાનગરમાં જ આ નવા કેસ નોંધાયા છે. રાજ્યના 32 જિલ્લા અને 5 મહાનગરમાં આજે કોરોનાના નવા કેસ શૂન્ય છે. હોળીની પૂર્વ સંધ્યાએ રાજ્યમાં 27 દર્દી સાજા થયા છે. ગુજરાતમાં બાળકોનું રસીકરણ (Corona vaccination) પણ પૂરજોશમાં શરૂ થયું છે ત્યારે રાજ્યમાંથી કોરોના મુક્ત ગુજરાત ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આજે 2 વર્ષ પહેલાં 2020ના દિને જનતા કર્ફ્યૂ લાગ્યો હતો. રાજ્યમાં ત્યારબાદ જે કઈ પણ થયું તે લોકોએ જોયું છે, બે વર્ષ બાદ હવે ફરી દુનિયા પુરઝડપે આગળ વધી રહી છે. જનતા કર્ફ્યૂના બે વર્ષબાદ રાજ્યમાં આજે 10 જ નવા કેસ નોંધાયા છે અને ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: આજે જનતા કર્ફ્યૂના બે વર્ષ પૂરા થવાની તારીખે રાજ્યમાં કોરોનાના માત્ર 10 નવા કેસ

    ગુજરાતમાં આજે અમદાવાદ શહેરમાં 06, વડોદરા શહેરમાં 02, સુરત શહેરમાં 01, અને વડોદરા જિલ્લામાં 01 કેસ નોંધાયો છે. રાજ્યમાં આ કેસની સ્થિતિ બાદ અન્ય કોઈ શહેર કે જિલ્લામાં નવો કેસ નોંધાયો નથી. ગુજરાત કોરોના મુક્ત થવા તરફ આગળવધી રહ્યું છે.
    પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 35

    corona Update: આજે જનતા કર્ફ્યૂના બે વર્ષ પૂરા થવાની તારીખે રાજ્યમાં કોરોનાના માત્ર 10 નવા કેસ

    રાજ્યમાં આજે ગાંધીનગર શહેર જિલ્લો, રાજકોટ શહેર જિલ્લો, ભાવનગર શહેર જિલ્લો, જામનગર શહેર જિલ્લો, જૂનાગઢ શહેર જિલ્લો, આ ઉપરાંત આણંદ, ભરૂચ સહિતના મહાનગરોમાં અને અન્ય તમામ જિલ્લાઓમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 45

    corona Update: આજે જનતા કર્ફ્યૂના બે વર્ષ પૂરા થવાની તારીખે રાજ્યમાં કોરોનાના માત્ર 10 નવા કેસ

    રાજ્યમાં કોરોનાના ફક્ત 308 કેસ નોંધાયા છે જે પૈકીના 04 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 304 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 12,12,540 દર્દીઓ ડિસ્ચટાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10,942 દર્દીઓનાં મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં ફક્ત ગાંધીનગર જિલ્લામાં એક મોત થયું છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: આજે જનતા કર્ફ્યૂના બે વર્ષ પૂરા થવાની તારીખે રાજ્યમાં કોરોનાના માત્ર 10 નવા કેસ

    રાજ્યનો રિકવરી રેટ 99.08 ટકાએ પહોંચ્યો છે જ્યારે 2,60,440 લોકોનું આજે રસીકરણ થયું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 10,51,54, 419 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    MORE
    GALLERIES