Home » photogallery » ahmedabad » corona Update: કોરોના મુક્ત ગુજરાત તરફ આગેકૂચ, આજે ફક્ત 1 જિલ્લામાં એક કેસ, 3 મનપામાં 12 કેસ

corona Update: કોરોના મુક્ત ગુજરાત તરફ આગેકૂચ, આજે ફક્ત 1 જિલ્લામાં એક કેસ, 3 મનપામાં 12 કેસ

Gujarat Corona Update: રાજ્યમાં આજે ફક્ત દાહોદ (dahod) જિલ્લામાં કોરોનાનો એક કેસ, જ્યારે બાકીના 12 કેસ ત્રણ મહાનગરના. આજે બે દર્દીનાં મોત

विज्ञापन

  • 15

    corona Update: કોરોના મુક્ત ગુજરાત તરફ આગેકૂચ, આજે ફક્ત 1 જિલ્લામાં એક કેસ, 3 મનપામાં 12 કેસ

    Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 13 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 1 જિલ્લા અને 3 મહાનગરમાં જ આ નવા કેસ નોંધાયા છે. રાજ્યના 32 જિલ્લા અને 5 મહાનગરમાં આજે કોરોનાના નવા કેસ શૂન્ય છે. હોળીની પૂર્વ સંધ્યાએ રાજ્યમાં 36 દર્દી સાજા થયા છે. ગુજરાતમાં બાળકોનું રસીકરણ (Corona vaccination) પણ પૂરજોશમાં શરૂ થયું છે ત્યારે રાજ્યમાંથી કોરોના મુક્ત ગુજરાત ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: કોરોના મુક્ત ગુજરાત તરફ આગેકૂચ, આજે ફક્ત 1 જિલ્લામાં એક કેસ, 3 મનપામાં 12 કેસ

    આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસ અમદાવાદ શહેરમાં 06, વડોદરા શહેરમાં 05, દાહરોદમાં 01, ગાંધીનગર શહેરમાં 01 નોંધાયો છે. ગુજરાતના 32 જિલ્લા અને 5 મહાનગરોમાં આજે કોરોનાનો સફાયો થયો છે.

    MORE
    GALLERIES

  • 35

    corona Update: કોરોના મુક્ત ગુજરાત તરફ આગેકૂચ, આજે ફક્ત 1 જિલ્લામાં એક કેસ, 3 મનપામાં 12 કેસ

    રાજ્યના ભાવનગર શહેર જિલ્લો, જૂનાગઢ શહેર જિલ્લો, સુરત શહેર જિલ્લો, જામનગર શહેર જિલ્લો, રાજકોટ શહેર જિલ્લો જેવા મહાનગરો અને તેના જિલ્લા કેન્દ્રોમાં ક્યાંય પણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી. તો સાથે જ આ સિવાયના રાજ્યના તમામ જિલ્લામાં આજે કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે. જેની સામે આજે 36 નવા દર્દી સાજા થઈને ઘરે ગયા છે.

    MORE
    GALLERIES

  • 45

    corona Update: કોરોના મુક્ત ગુજરાત તરફ આગેકૂચ, આજે ફક્ત 1 જિલ્લામાં એક કેસ, 3 મનપામાં 12 કેસ

    ગુજરાતમાં કોરોના વાયરસના ફક્ત 326 એક્ટિવ કેસ સરકારી ચોપડે બચ્યા છે જ્યારે કે 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 321 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે કે 12,12, 513 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 10941 પર સ્થિર છે તેવામાં આજે બે મોત થયા છે. એક મોત નવસારીમાં એક મોત ગાંધીનગર જિલ્લામાં નોંધાયું છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: કોરોના મુક્ત ગુજરાત તરફ આગેકૂચ, આજે ફક્ત 1 જિલ્લામાં એક કેસ, 3 મનપામાં 12 કેસ

    સમગ્ર વિશ્વમાં ચૌથી લહેરના ભણકારા છે (Fourth Wave of coronavirus) ત્યારે ભારતમાં કોરોનાના કેસ તળિયે પહોંચી ગયા છે. રાજ્યમાં આજે કુલ 1,83,388 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આ પૈકીની સૌથી વધુ18855 વ્યક્તિઓને અમદાવાદ શહેરમાં રસી આપવામાં આવી છે. ગુજરાત રાજ્યનો રિકવરી રેટ પણ 99.08 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 10,48,93,379 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES