Gujarat Corona Update: રાજ્યમાં 16મી મેની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 16-5-2022) સ્થિતિ જોતા એક્ટિવ કેસનો આંકડો (gujarat Coronavirus Cases) સતત વધતો જોવા મળી રહ્યા છે. રાજ્યમાં એક સમયે 100ની નીચે સરકી ગયેલા એક્ટિવ કેસ હવે ફરી 200ની પાર થઈ ગયા છે. રાજ્યમાં આજે 16મી મેની સાંજે કોરોના વાયરસના નવા 33 કેસ નોંધાયા છે. આજે 16મી મેની સાંજે જાહેર થયેલા કોરોના વાયરસના આંકડાઓ મુજબ રાજ્યના 31 જિલ્લાઓ અને 05 મહાનગરમાં કોરોના વાયરસના નવા શૂન્ય કેસ નોંઘાયા છે.