<br />Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના XE વેરિયન્ટના પ્રથમ કેસની હાજરી વચ્ચે (Gujarat corona XE Variant Cases)આજે નવા 22 કેસ નોંધાયા છે. ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીમાં સંક્રમણ ફેલાયું હોવાથી (Gandhinagar National Law University) હોવાથી ગાંધીનગરમાં ત્રણ દિવસમાં 48 કેસ નોધાયા છે. આજે ગાંધીનગરમાં 10 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે ગાંધીનગર શહેરમાં 10, અમદાવાદ શહેરમાં 07 અને અને વડોદરા કોર્પોરેશનમાં 05 નવા કેસ મળીને કુલ 22 કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં 34 નવા કેસ નોંધાયા હતા ત્યારે ખાસ કરીને સ્કૂલ કોલેજમાં સંક્રમણનું જોખમ હોવાની શક્યતાના પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. આજે પણ ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીના નવા કેસ નોંધાયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.