Gujarat Corona Update: વિશ્વના અનેક દેશો કોરોનાવાયરસની ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે (Fourth Wave of Coronavirus) ત્યારે ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનની તેજ રફતારના કારણે ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. જોકે, હજુ ક્યાંક ક્યાંક છૂટાછવાયા નવા કેસો નોંધાતા રહે છે. દરમિયાન આજે 10-5-2022 સંધ્યાએ રાજ્યમાં કોરોનાવાયરસના (Gujarat corona Cases) નવા 33 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 24 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં 08, જામનગર જિલ્લામાં 01, મળીને કુલ 33 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સતત ચાર દિવસથી કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. અમદાવાદના પાલડીમાં આવેલી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)માં સંક્રમણ ફેલાઈ જતા અમદાવાદના અને રાજ્યના કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે.