અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસની (Coronavirus Second Wave) બીજી લહેર અસ્ત થઈ ગઈ છે. હવે ફક્ત ઔપચારિક દૃષ્ટીએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં થતા ટેસ્ટ છતાં પણ છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં ફક્ત 30-40ની વચ્ચે નવા કેસ નોંધાઈ રહ્યા છે. દરમિયાન આજે કોરોના વાયરસના નવા ફક્ત 28 (28-7-2021 Corona cases in Gujarat) કેસ નોંધાયા છે. દરમિયાન રાજ્યના ફક્ત આઠ મહાનગરમાં કાર્યરત કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે હવે રાત્રિના 11.00 વાગ્યાથી સવારે 6.00 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. (પ્રતિકાત્મક તસવીર)
રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો અમલ હાલ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી નો છે તે 31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.<br /> આ 8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે<br /> રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવા માં જે 200 વ્યક્તિઓ ની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈ થી વધારીને 400 વ્યક્તિઓ ની કરવામાં આવી છે . ફાઇલ તસવીર.
આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતા ના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓ ની મર્યાદા માં અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના નિયમો ના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવા ના રહેશે. સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ માં સાર્વજનિક ગણેશોત્સવ માં વધુમાં વધુ 4 ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે. પ્રતિકાત્મક તસવીર
આજે રાજ્યના 23 જિલ્લા અને 3 મહાનગરોમાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે. જ્યારે બાકીના 8 જિલ્લા અને 5 મહાનગરોમાંથી મળીને રાજ્યના કુલ 28 કેસ નોંધાયા છે. જેની સામે આજે 39 દર્દીઓ સાજા થઈ ગયા છે. રાજ્યમાં કોવીડના કારણે આજે એક પણ મોત નથી. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો પણ રેકોર્ડબ્રેક તળિયે પહોંચી ગયો છે. ફક્ત 274 એક્ટિવ કેસ અને 05 વેન્ટિલેટર દર્દી સાથે રાજ્યમાં રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના વાયરસથી થયેલા મોતનો આંકડો 10,0076 પર સ્થિર છે.
અત્યારસુધીમાં કુલ 3.21,75,416 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે જેમાં આજે 3,59, 164 નવા વ્યક્તિઓને રસી મળી છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 44484 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે આમ દિનપ્રતિદિન કોરોનાની રસી આપવામાં રાજ્યમાં સંખ્યા વધી રહી છે. રાજ્યમાં બંને ડોઝની રસી અપાઈ ગઈ હોય તેવા લોકોની સંખ્યા 71 લાખ પર પહોંચી છે જે મોટો આંકડો છે.