અમદાવાદ : અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 17 કેસ નોંધાયા છે. જેની સામે 25 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યાર સુધીમાં 3,44,19,588 ડોઝ કોરોના વેક્સીનના (Corona Vaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 3,43,187 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતિકાત્મક તસવીર)ફાઇલ તસવીર.