અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 21 કેસ નોંધાયા છે. જેની સામે 20 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10082 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.
રાજયમાં 26મી સપ્ટેમ્બર 2021ની સાંજે રાજ્યના 29 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત 4 જિલ્લા અને 4 શહેરમાં નોંધાયા છે, જેમાંથી સુરત શહેરમાં 5 કેસ, અમદાવાદ શહેરમાં 7, વલસાડમાં વડોદરા શહેરમાં 4, અમરેલીમાં 1, ભાવનગર શહેરમાં 1, ખેામાં 1, સુરત જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. બાકીના તમામ શહેર અને જિલ્લામાં આજે કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં 26મી સપ્ટેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 151 એક્ટિવ કેસ છે આ પૈકીના 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 148 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15,618 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10082 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી. ગુજરાતમાં કોરોના કેસમા સ્ટેબલ એક્ટિવ કેસની સંખ્યાા 133