અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 21 કેસ નોંધાયા છે. જેની સામે 18 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10086 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ 6,54,01,063 ડોઝ આપવામાં આવ્યા છે.
રાજયમાં 11 ઓક્ટોબર 2021ની સાંજે રાજ્યના 27 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા 21 કેસ ફક્ત 6 જિલ્લા અને 4 મનપામાં નોંધાયા છે, જેમાંથી અમદાવાદ શહેરકમાં 6, સુરત શહેરમાં 3, નવસારીમાં 3, જૂનાગઢમાં 2, સુરત જિલ્લામાં 3, જૂનાગઢમાં 2, ખેડામાં 1, રાજકોટ 1, વડોદરામાં 1, વડોદરા શહેરમાં 1 કેસ નોંધાયો છે.