અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 24 કેસ નોંધાયા છે. જેની સામે 17 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10086 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ 6,41,68,289 ડોઝ આપવામાં આવ્યા છે. પ્રતિકાત્મક તસવીર
રાજયમાં 9 ઓક્ટોબર 2021ની સાંજે રાજ્યના 28 જિલ્લા અને 5 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા 24 કેસ ફક્ત 5 જિલ્લા અને 3 મનપામાં નોંધાયા છે, જેમાંથી અમદાવાદ શહેરમાં 5, વલસાડમાં 5, સુરત શહેરમાં 7, સુરત જિલ્લામાં 1, વડોદરા શહેરમાં 1, ભાવનગર જિલ્લામાં 2, મહેસાણામાં 1, નવસારીમાં 2 કેસ નોંધાયા છે. બાકીના રાજ્યના 5 મહાનગર અને 28 જિલ્લા સલામત છે
રાજ્યમાં 9 ઑક્ટોબરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 182 એક્ટિવ કેસ છે આ પૈકીના 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 177 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15, 855 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10086 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસો બાદ રાજ્યમાં એક મૃત્યુ નોંધાયું છે.